દાહોદ તાલુકામાંથી પસાર થતી ખંગેલા ચેકપોસ્ટ પરથી કતવારા પોલીસે વાહન ચેકીંગ દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીમાંથી મેફ્રેડોન ડ્રગ્સનો રૂપીયા ૧૦,૯૦,૬૮૦નો મળી આવતાં પોલીસ બેડામાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ બનાવમાં ગાડીના ચાલકની અટકાયત કરી ગાડીની કિંમત મળી કુલ રૂપીયા ૨૧,૦૦,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની સરહદે આવેલ જિલ્લો છે. અવાર નવાર બાહ્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ ગેરકાયદેસર ચીજવસ્તુઓ ગુજરાતમાં ઘુસાડવા માટેનું ષડયંત્ર ચાલતું હોય છે. અને અવાર નવાર દાહોદ પોલીસ દ્વારા આવા ગુન્હાઓનો પર્દાફાર્શ પણ કરતી આવી છે. મુખ્યત્વે મોટાભાગે મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યો માધ્યમથી દાહોદ જિલ્લા મારફતે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાનું ષડયંત્ર ચાલતું હોય છે પરંતુ હવે ડ્રગ્સ જેવા માદક પદાર્થાે ઘુસાડવાનો પણ પર્દાફાર્શ દાહોદની કતવારા પોલીસે ક�
Dohad, Dahod | Aug 28, 2026