અંજાર: ભીમાસર ગામ ખાતે ગૌસન્માન આહ્વાન અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | May 5, 2026 કચ્છ જિલ્લામાં ગૌ સન્માન આહ્વાન અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ૧૦ તાલુકાના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. સંતોના માર્ગદર્શન હેઠળ કથા વક્તાઓ અને ગૌ ભક્તો દ્વારા લોકોમાં ગૌ માતાના સન્માન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે.આજ રોજ ભીમાસર, નંદગાવ ભુજ અને વાગુરા ગામોમાં વિશાળ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગૌ ભક્તો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.