ગાંધીધામ: અગ્રેસન ભવન ખાતે મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ
ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો કૌશિકભાઈ વેકરીયા, અશોકભાઈ પટેલ અને ભાવનાબેન નાયકની ઉપસ્થિતિમાં ટિકિટના દાવેદારોને સાંભળવાની કામગીરી શરૂ કરાઈ છે. મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ ચૂંટણી હોવાથી ભાજપના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.