ખંભાત: ખંભાત ધર્મજ રોડ પર પૂરઝડપે આવતી બાઇકે પૂર્વ સરપંચને ટક્કર મારી, ગંભીર ઇજાઓ પહોંચતા ફરિયાદ
Khambhat, Anand | May 17, 2026 વટાદરા ગામના રહેવાસી રણજીતસિંહ કેશરીસિંહ ચૌહાણ (જેઓ વટાદરા ગામના પૂર્વ સરપંચ રહી ચૂક્યા છે) પોતાના કામ અર્થે એકટીવા લઇને નીકળ્યા હતા.તેઓ આણંદ-ખંભાત હાઇવે રોડ પર નાઇસોલ કંપની નજીક પોતાની એકટીવા પાર્ક કરીને ઉભા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી એક બજાજ પ્લેટીના મોટરસાયકલ (નંબર: GJ-23-DL-9968)ના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી રણજીતસિંહને જોરદાર ટક્કર મારી હતી.ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.