ગાંધીનગર: કલોલ નગરપાલિકા ના વોર્ડ નંબર-04ની પેટા ચૂંટણી માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
કલોલ ન.પ. પેટા ચૂંટણી માટે ભાજપે અનીલાબેન હરેશભાઈ પટેલને મુખ્ય ઉમેદવાર તરીકે ઉતાર્યા છે, જ્યારે ભાનુબેન હિંમતજી ઠાકોરને ડમી ઉમેદવાર તરીકે રજૂ કર્યા છે. કોંગ્રેસે પ્રજ્ઞાબેન લાલસિંહ ઝાલાને ટિકિટ આપી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ વૈષ્ણવી ચંદ્રકાંત કાપડિયાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ કોંગ્રેસ જનરલ બેઠક પર જનરલ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. તો આપ દલીલ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. કારણકે આ બેઠક પર દલિત અને ઓબીસી વોટ જીત માટે નિર્ણાયક સાબિત થશે.