મોરવા હડફ: મોરવા હડફના મંકોડીયા ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારનો વિશિષ્ટ નાગરિકો સાથે સુશાસન સંવાદ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના સફળ વર્ષોની 'વિશ્વાસ,વિકાસ અને જનકલ્યાણ'ની ઉજવણી અંતર્ગત દેશભરમાં વિશેષ સંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.જેના ભાગરૂપે આજે ગુરુવારના રોજ મોરવા હડફ વિધાનસભા વિસ્તારના મંકોડીયા મુકામે એક વિશિષ્ટ 'સંપર્ક અને સુશાસન સંવાદ' કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ધારાસભ્ય નિમિષાબેન સુથારે સ્થાનિક અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો