ખંભાત: કદમે રસુલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો,નવી દિલ્હીના ITI તેમજ કોલેજના પ્રોફેસરો હાજર રહ્યા
Khambhat, Anand | May 12, 2026 અલનુર વેલ્ફેર ટ્રસ્ટ, ખંભાત દ્વારા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક વિશેષ શૈક્ષણિક સેમિનારનું આયોજન 'કદમે રસુલ' ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 125થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો.નવી દિલ્હીથી પધારેલા મીનાઝુલ હક્ક સાહેબ, ઇબ્રાહિમ બાવાણી ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (વડોદરા) ના મૈયુદ્દીન કુરેશી, અને તેમની ટીમ તેમજ પ્રોફેસર રફીક શેખ અને પ્રોફેસર શોએબ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.