ગાંધીધામ: પાતળીયા હનુમાન નજીક ડૂબેલા બાળકનો મૃતદેહ 16 કલાક બાદ મળ્યો! જાણો સમગ્ર અહેવાલ
અંતરજાળ વિસ્તારની એક સોસાયટીમાં રહેતો પરપ્રાંતિય કિશોર યશવંત વિલાસરાવ અમવતી પોતાના ત્રણ મિત્રો સાથે તળાવમાં નાહવા ગયો હતો, દરમિયાન અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી.ફાયર વિભાગની ટીમે સ્થાનિક લોકો અને પરિવારજનોની હાજરીમાં સતત તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. રાતભર ચાલેલી કામગીરી બાદ અંતે સવારના સમયે બાળકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.