અંજાર: આરટીઓમાં એઆઈ આધારિત ડ્રાઈવિંગ લાયસન્સ પરીક્ષા શરૂ
Anjar, Kutch | Jun 4, 2026 અંજાર સ્થિત પૂર્વ કચ્છ આરટીઓ કચેરી ખાતે ડ્રાઈવિંગ લાયસન્સ માટે એઆઈ આધારિત પરીક્ષા પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લાયસન્સ પ્રક્રિયાને વધુ પારદર્શક, અસરકારક અને ગેરરીતિમુક્ત બનાવવા માટે આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.