માળીયા: માળીયાના અણીયાળી ટોલનાકા નજીક હાઇવે પર બોલેરો ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, બેથી વધુ ઇજાગ્રસ્ત...
Maliya, Morbi | Apr 15, 2025 માળિયા મીયાણાના અણીયારી ટોલનાકા નજીક માળિયા - હળવદ હાઇવે પર મંગળવારે સાંજે 5: 30 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી એક બોલેરો પીકપ વાહનના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બોલેરો વાહનમાં બેઠેલા બે કરતાં વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.