માળીયા: ખાખરેચી આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું
Maliya, Morbi | Apr 11, 2025 ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં માળીયા (મિં) તાલુકાના ખાખરેચી-૨ આયુષ્માન આરોગ્ય મંદિરને નિયત ૧૨ ગુણવત્તાસભર સેવાઓ માટે ૯૦.૮૬ ટકા સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિદ્ધી જિલ્લાની આરોગ્ય સેવાઓની ગુણવતા અને કાર્યક્ષમતાના ઉન્નત સ્તરને પ્રદર્શીત કરે છે.