માળીયા: માળીયા મિંયાણાના ભીમસર ઓવરબ્રીજ નીચેથ ચોટીલા જતા રાપરના પદયાત્રિકનું ડમ્પર ચાલકે હડફેટે લેતા મોત
Maliya, Morbi | Apr 9, 2025 ફરિયાદી શામજીભાઈ અને તેમની સાથે રહેલા દિનેશભાઈ માવજીભાઈ ગોહિલ ઉ.24 નામના યુવાન માળીયાની ભીમસર ચોકડી ઓવરબ્રિજ પાસે પહોંચતા જ ડમ્પર નં. GJ 12 BY 0002 ના ચાલકે બન્નેને હડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો જેમા દિનેશભાઇ માવજીભાઈ ગોહિલ ઉ.24 રહે.રાપર વાળાનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે ફરિયાદી શામજીભાઈને ઇજાઓ પહોંચી હતી.અકસ્માતના આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.