ખંભાત: ફિણાવ સીમમાં જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા, ત્રણ ફરાર
Khambhat, Anand | Apr 30, 2026 ખંભાત ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કે, અનિલ ઉર્ફે કાળીયો હુસૈનભાઈ ભઠ્ઠી ફિણાવ ગામની સીમમાં આવેલા ખેતરમાં બહારથી માણસો બોલાવીને પત્તા પાનાનો જુગાર રમાડે છે. જેથી પોલીસે છાપો મારતાં અનિલ ઉર્ફે કાળીયો સહિત ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે બે શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા.તેમની અંગજડતી અને દાવ પરથી રોકડા ૫૫૦૦ રૂપિયા મળી આવતાં તે જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.