ખંભાત: નગરા ગામે ચોમાસા પૂર્વે પંચાયત એક્શન મોડમાં, જેસીબી મશીન વડે 11 જેટલી કાંસ-નહેરોની સફાઈ અને ઊંડી કરાઈ.
Khambhat, Anand | May 18, 2026 ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે સંભવિત જળબંબાકાર અને મુશ્કેલીઓથી બચવા માટે ખંભાતના નગરા ગામે પંચાયત દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અગમચેતીના ભાગરૂપે જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા ન સર્જાય તે માટે ગામના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પાણીના કુદરતી નિકાલ અને કાંસની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જેસીબી મારફતે 11 જેટલી મુખ્ય કાંસો સાફ કરાઈ છે.આ સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરીનું ઉપસરપંચ ધનજીભાઈ ભરવાડે નિરીક્ષણ કર્યું હતુ.