અંજાર: પીવાના પાણીના પ્લાન્ટ અને શેરડી રસના ચીચોડાની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ
Anjar, Kutch | Jun 5, 2026 અંજાર શહેર વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર આરોગ્ય અને સ્વચ્છતા જાળવવાના હેતુથી પીવાના પાણીના પ્લાન્ટ, શેરડીના રસના ચીચોડા સહિત વિવિધ એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન સંચાલકોને સ્વચ્છતા જાળવવા, પીવાના પાણીનું નિયમિત બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ કરાવવા તેમજ આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.