ખંભાત: ખંભાતના રોહિણી ગામે અકસ્માતમાં ઇજાગ્રસ્ત પશુનો વેટરનરી ડોક્ટરે સારવાર આપી જીવ બચાવ્યો.
Khambhat, Anand | Jul 27, 2026 ખંભાત તાલુકાના રોહિણી ગામ સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક પશુને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં જ 1962 ફરતા પશુ દવાખાનાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, જેમાં વેટરનરી ડૉ.કિશન પટેલ અને પાયલોટ-ડ્રેસર મેહુલભાઈ બારીયા દ્વારા ઇજાગ્રસ્ત પશુની સઘન શારીરિક તપાસ કરવામાં આવી હતી. આ ટીમના ડૉ.કિશન પટેલ દ્વારા સ્થળ પર જ પશુને જરૂરી ઈમરજન્સી સારવાર આપવામાં આવી હતી, જેમાં ઘાની સફાઈ, રક્તસ્ત્રાવ (બ્લીડિંગ) નિયંત્રણમાં લેવો, દુખાવો ઘટાડવાની દવાઓ કરી હતી.