અંજાર: LCBનો મોટો ભંડાફોડ:દુધઈ પો.સ્ટે. વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરી સહિત વાયર ચોરી ક૨તા 5 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડયા
Anjar, Kutch | Jun 1, 2026 પૂર્વ કચ્છ LCBએ દુધઈ વિસ્તારમાં થયેલી ઘરફોડ અને વાયર ચોરીના ગુનાઓનો ભંડાફોડ કરી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે 136 કિલો કોપર વાયર, બોલેરો કાર, બાઈક, મોબાઈલ અને રોકડ સહિત ₹6.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓએ કચ્છ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી છે. આ ગુનામાં સંડોવાયેલ અન્ય સાત આરોપીઓની શોધખોળ ચાલુ છે.