નખત્રાણા: વિરાણી મોટી ખાતે ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: યુવાશક્તિનો ઉત્સાહ છલકાયો
વિરાણી મોટી ખાતે ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન: યુવાશક્તિનો ઉત્સાહ છલકાયો શ્રી સનાતન સેવા સંઘ વિરાણી મોટી દ્વારા આયોજિત ગણેશ મહોત્સવના લાભાર્થે ‘અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ’ની ફાઈનલ મેચ યોજાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોએ યુવાનોમાં ટીમ સ્પિરિટ અને શિસ્તના ગુણોની પ્રશંસા કરી હતી. આયોજકો દ્વારા કરાયેલ સન્માન બદલ આભાર વ્યક્ત કરી તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.