ગાંધીધામ: આદિપુરમાં વીજ ડીપી પાસે કરંટ લાગતાં ત્રણ ગૌવંશના મોત, જીવદયા પ્રેમીઓમાં રોષ
#Jansamasya
આદિપુર ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ નજીક આવેલી લાઇટ ડીપી નં. ૧૦૪ પાસે આજે સવારે કરંટ લાગતાં ત્રણ અબોલ ગૌવંશના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ પીજીવીસીએલ દ્વારા મોન્સૂન પૂર્વે કરવામાં આવતી કામગીરી અંગે સવાલો ઊભા થયા છે. ડીપી આસપાસ કરંટ લીકેજ જેવી સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક તપાસ કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.