સુરતમાં ₹30 લાખની ખંડણી માટે યુવકનું અપહરણ! અડાજણ પોલીસે કલાકોમાં 3 આરોપીઓને પકડી પાડ્યા 😱
અડાજણ પોલીસની માહિતી મુજબ, એલ.પી. સવાણી રોડ નજીકથી યુવકને કારમાં બેસાડી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખી ₹30 લાખની ખંડણી માંગવામાં આવી હોવાનો કેસ નોંધાયો હતો.
પોલીસે 200થી વધુ CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ મહારાષ્ટ્રના પુણે-અહિલ્યાનગર હાઇવે પર આવેલા સુપા ગામ પાસેથી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અને યુવકને સલામત રીતે પરિવારને સોંપ્યો હોવાનું પ્રેસનોટમાં જણાવાયું છે.
આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા એક Hyundai Venue કાર અને ચાર મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા છે.
#SuratCrime #SuratPolice #Adajan #CrimeNews #BreakingNews
Surat Crime News, Surat Breaking News, Adajan Crime News, Adajan Police, Surat Police, Kidnapping Case Surat, 30 Lakh Extortion, Surat Kidnapping, Gujarat Crime News, Surat Crime, Kidnapping News Gujarati, Extortion Case Gujarat, Pune Police, Surat Break
Udhna, Surat | Oct 8, 2026