અંજાર: ચાંદ્રાણી પાસે ગૌરક્ષકોએ પશુ ભરેલી ટ્રક ઝડપી 41 જીવોને ઉગાર્યા, દુધઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Anjar, Kutch | Apr 3, 2026 ચાંદ્રાણી બસ સ્ટેશન પાસે ગૌરક્ષક ટીમ કચ્છ અને શ્રીરામ ગૌસેવા સમિતિ દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી પશુ ભરેલા વાહનને ઝડપી પાડવામાં આવ્યું છે. શંકાસ્પદ રીતે કતલખાને લઈ જવાતા 41 જીવોને પશુપ્રેમીઓએ સમયસૂચકતા વાપરી મુક્ત કરાવ્યા હતા, જેમને બાદમાં લોધેશ્વર ગૌશાળા ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. આ બનાવને પગલે દુધઈ પોલીસે હથિયારબંધીના જાહેરનામાના ભંગ અને પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી ત્રણ વાહનો સહિત રૂ 25.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.