કુકરમુંડા: કુકરમુંડાના જુના આમોદા ગામમાં વીજળી આપવા માંગ, AAP એ મામલતદારને આપ્યું આવેદન
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના જુના આમોદા ગામને વીજળી અને વીજ કનેક્શન આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગામના રહીશો હાલ વીજળીની સુવિધાથી વંચિત છે.