કુકરમુંડા: કુકરમુંડા તાલુકાના મોરંબા ગામેથી વરલી મટકાનો જુગાર ઝડપી પાડતી પોલીસ.
કુકરમુંડા તાલુકાના મોરંબા ગામેથી વરલી મટકાનો જુગાર ઝડપી પાડતી પોલીસ.તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ મથક ખાતેથી શુક્રવારના રોજ 4 કલાકે મળતી વિગત મુજબ મોરંબા ગામે વરલી મટકા નો જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવતા વરલી મટકાનો જુગાર રમી અને રમાડતો ઈસમ ઝડપાયો હતો.જેમાં પોલીસે સુલતાન નાઈક નામના ઈસમને ઝડપી લઈ મુદ્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી છે.