દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના વાડોદર ગામે એક આધેડ વયના પુરુષનું અચાનક તબિયત લથડવાને કારણે કરુણ મૃત્યુ નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મોરવા (હડફ) સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા, જે અંગે મોરવા (હડફ) પોલીસ સ્ટેશનમાં એડી નોંધવામાં આવી હતી.