સુરતના મુગલીસરા મુખ્ય માર્ગ પર આઈપી મિશન પાસે મસમોટો ભૂવો પડ્યો. પાલિકાની કચેરી નજીક સર્જાયેલા ભૂવાનું કદ ત્રણથી ચાર મીટર હોવાનું જણાવાયું છે. અગાઉ પણ ફાયર ઓફિસ નજીક ભૂવો પડવાની ઘટના બની હતી. પાલિકાએ સ્થળ પર બેરિકેડિંગ કરીને તાત્કાલિક સમારકામ શરૂ કર્યું. સ્થાનિકોએ રસ્તાની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ કર્યા. વારંવાર ભૂવા પડતાં રસ્તાની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરોની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે.
#Surat #Muglisara #RoadCaveIn #SMC #RoadQuality #humdekhengenews