કાલોલ: કાલોલના ઘુસર ગામે ગેરકાયદે રેતી ખનન કરનાર વિક્રમ ભરવાડ ૨ વર્ષ માટે તડીપાર
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઘુસર ગામે ગેરકાયદેસર રીતે સાદી રેતીનું ખનન તથા વહન કરવા અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ વેજલપુર પોલીસે કડક કાર્યવાહી કરી છે.પોલીસ ઇન્સ્પેક્ટર જી.કે.વહુનિયા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ૨ ગુન્હાઓના આધારે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૫૬(ખ) હેઠળ આ દરખાસ્ત મોકલવામાં આવી હતી. ગોધરા પ્રાન્ત કચેરીના નાયબ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એન.બી. મોદી દ્વારા હુકમ કરવા