ભચાઉ: વોંધ ગામે ભચાઉ પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Bhachau, Kutch | May 29, 2026 ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી ડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ વોંધ નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ભચાઉ પોલીસની ટીમને વિદેશી દારૂની બાતમી મળી હતી. જે બાદ ભચાઉ પોલીસે વોંધ ગામે મહારાષ્ટ્ર કોલોનીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. રેડ દરમિયાન અકબર ફકીરમામદ ખલીફાની ધરકકડ કરવામાં આવી હતી.