શહેરા: શહેરાની ખાંડીયા તાલુકા પંચાયત બેઠક પર અગાઉ તાલુકા પંચાયત સભ્ય રહી ચૂકેલા સજ્જનસિંહ ચાવડાની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી
ભાજપની ટિકિટ વિતરણ પ્રક્રિયા બાદ નારાજ સજ્જનસિંહ ચાવડાના પત્ની અમૃતબેન સજ્જનસિંહ ચાવડાએ શહેરા તાલુકાની ખાંડિયા તાલુકા પંચાયત બેઠક પર અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી.ભાજપના હાલના ઉમેદવારના પતિ અગાઉ સજ્જનસિંહ સામે અપક્ષ લડ્યા હતા,જોકે અમોએ સમર્થકોના આગ્રહથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે,સાથે "હું ભાજપમાં જ છું, તેવું સજ્જનસિંહ ચાવડાએ નિવેદન આપ્યું હતું.