પાલીતાણા: કોંગ્રેસમાં ભંગાણ, શહેર પ્રમુખ સહિત નેતાઓ ભાજપમાં જોડાયા
આજે તારીખ 11 એપ્રિલના રોજ બપોરના સમયે પાલીતાણા શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાએ ટિકિટ ફાળવણીમાં અવગણનાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું છે. તેમના સાથે કિરીટ સાગઠીયા સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ ઓમદેવસિંહ સરવૈયાએ વોર્ડ નં. 1માંથી ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસના ગઢમાં પડેલા આ ગાબડાને કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.