જાંબુઘોડા: જાંબુઘોડામાં મોહરમ પર્વને લઈને નગરમા તાજીયાનું ભવ્ય જુલૂસ નીકળ્યુ હતુ
જાંબુઘોડામાં આજે રવિવારે સાંજે 5 વાગ્યાના અરસામાં મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાજીયાનુ ઝુલુસ નીકળ્યુ હતું અને નગરના મુખ્ય માર્ગો પર ફર્યું હતું અને ત્યારબાદ સલાતો સલામ અને દુવા તેમજ નિયાજ તકસિમ કરવામા આવી હતી.અને કડા ડેમ ખાતે તાજિયા વિસર્જન કરવામાં આવ્યા હતા જ્યારે મોહરમ પર્વની ઉજવણી ને લઇ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.જેમા પોલીસ મથકના પીઆઈ એસ.પી.બૂટિયા સહિત પોલીસ કાફલો હાજર રહ્યો હતો