જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ભાજપાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનુ ઉદ્ઘાટન જિલ્લા પ્રમુખ મયંકકુમાર દેસાઈની ઉપસ્થિતિમાં કરાયું
સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અંતર્ગત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીને અનુલક્ષી જાંબુઘોડા ખાતે ભાજપાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનુ ઉદ્ઘાટન આજે સોમવારના રોજ જીલ્લા ભાજપા પ્રમુખ મયંકકુમાર દેસાઈ ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ અવસરે મયંકકુમાર દેસાઈ ઉપસ્થિત રહી સૌ કર્મઠ ભાજપા કાર્યકર્તાઓ ને સંબોધિત કરી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ ને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો