નખત્રાણા: નિરોણા પોલીસની લાલ આંખ: અવાજ કરતા મોડિફાઈડ સાઈલેન્સર ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી
નિરોણા પોલીસની લાલ આંખ: અવાજ કરતા મોડિફાઈડ સાઈલેન્સર ધરાવતા વાહનચાલકો સામે કાર્યવાહી નિરોણા પોલીસે પુરઝડપે વાહન ચલાવતા અને મોટરસાઈકલમાં મોડિફાઈડ સાઈલેન્સર લગાવી અતિશય ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક ઝુંબેશ હાથ ધરી છે. જાહેર જનતાની શાંતિમાં ખલેલ પહોંચાડતા આવા ચાલકો વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરી પોલીસે દંડ વસૂલ્યો હતો.