ગાંધીધામ: MLA અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિના પ્રમુખ
પંદરમી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ગૃહની જુદી જુદી સમિતિઓની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિધાનસભાના નિયમ 156(1) અન્વયે અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિના પ્રમુખ તરીકે ગાંધીધામ મતવિસ્તારના મહિલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની પ્રતિષ્ઠિત નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સમિતિના પ્રમુખ બનવા બદલ ધારાસભ્ય માલતીબેનને ગાંધીધામ, સમગ્ર કચ્છ જિલ્લા તેમજ રાજ્યભરમાંથી વ્યાપક પ્રમાણમાં અભિનંદન અને શુભેચ્છાઓ મળી રહી છે.