અમદાવાદના ઝાયડસ નજીક ચાર રસ્તાના વચ્ચોવચ્ચ નાનું સર્કલ તોડી પાડવામાં આવ્યું છે. જોકે, સર્કલ તોડી પાડ્યા બાદ સ્થળ પર રોડની સપાટીથી ઊંચો રહેલો ભાગ વાહનચાલકો માટે જોખમી બન્યો છે. ખાસ કરીને હાલના વરસાદી વાતાવરણમાં આ સ્થળે પાણી ભરાઈ જતાં રોડથી ઊંચો ભાગ દેખાતો નથી, જેના કારણે વાહનચાલક અચાનક તેના પર ચઢી જાય તો વાહનનું સંતુલન ખોરવાઈને ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે.વરસાદ અને ઓછા પ્રકાશના સમયે આ જોખમ અનેકગણું વધી જાય છે. જો કોઈ વાહનચાલકને આ ઊંચો ભાગ દેખાયા વગર અકસ્માતનો ભોગ બનશે તો જવાબદારી કોની રહેશે? સર્કલ તોડવાની કામગીરી બાદ સ્થળને સમતલ કરવાની સાથે જરૂરી બેરિકેડિંગ, રિફ્લેક્ટર અથવા ચેતવણીના બોર્ડ લગાવવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી રહી છે. કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તેની રાહ જોવાને બદલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાય તે જરૂરી છે.
#AhmedabadNews #ZydusCrossRoad #RoadSafety #AccidentRisk #AMC #HumDekhengeNews