અંજાર: દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચૂંટણી પૂર્વે પોલીસની સઘન ચેકિંગ ડ્રાઈવ
Anjar, Kutch | Apr 6, 2026 અંજાર તાલુકાના દુધઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેરના મુખ્ય બજારો અને ભીડભરેલા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ યોજાઈ હતી.આ અભિયાન દરમિયાન અસામાજિક તત્વોની અટક કરવામાં આવી છે.આ કામગીરી દુધઈ પીઆઈ એન.બી ડોડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.પીઆઈ દ્વારા પોલીસ સ્ટાફ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીના જવાનો સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા