ગાંધીધામ: ચુડવા સીમ વિસ્તા૨ માં આવેલ IOCL પાઈપલાઈન ચોરીનો પ્રયાસ કરતા 7 આરોપીઓને બી ડિવિઝન પોલીસે ઝડપ્યા
બી ડિવિઝન પોલીસ દ્વારા ચુડવા સીમમાં આઈ.ઓ.સી.એલ. ની પાઇપલાઇનમાં તોડફોડ કરી ડીઝલ ચોરવાનો પ્રયાસ કરનાર ટોળકીના 7 આરોપીઓ સલીમ અનવરભાઈ શેખ, અનવરહુશેન યાકુબમિયા શેખ, મહમદરફીક અનવરહુશેન શેખ, કપિલદેવસિંગ રામરતનસિંગ રાજપુત, સામજી ધમાભાઇ જરુ, ચકા દુબળાભાઈ રાઠોડ અને રાહુલ શંક૨ભાઈ નિનામાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનામાં વપરાયેલા ત્રીકમ, પાવડા સહિતના ઓજારો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.