ગાંધીધામ: સેક્ટર ચાર વિસ્તારમાંથી “બી” ડિવિઝન પોલીસ દ્વારા IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો
ગાંધીધામ “બી” ડિવિઝન પીઆઇ એસ.વી. ગોજીયા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સેક્ટર-૪ વિસ્તારમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી,દરોડા દરમિયાન હાલ ચાલી રહેલ IPL ક્રિકેટ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ પર મોબાઈલ ફોન મારફતે સટ્ટો રમતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી ઈન્દ્રજીતસિંહ પ્રકાશસિંહ રાજપૂત પાસેથી એક મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ 5,320 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.