હાલોલ: હાલોલ ટાઉન પોલીસે મદારી વાસ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો એક ઇસમ ફરાર
હાલોલ ટાઉન પોલીસની ટીમે તા.14 માર્ચ શનિવારના રોજ મદારીવાસ પાસેથી બાતમીના આધારે વિદેશી દારૂનો જથ્થા સાથે રાજેન્દ્ર ઉર્ફે રાજુ અંબાલાલ સોલંકીને વિદેશી દારૂના ક્વાટરિયા નંગ 72 જેની કિ. 9216 તેમજ બાઇક જેની કિ.20000 મળી કુલ 29,200રૂ.નો મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો જ્યારે ફરાર બાઇક ચાલક જીગ્નેશ રાઠવા એમ બન્ને સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે