વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિનો ભવ્ય નજારો જોવા મળ્યો છે. UAEના અબુધાબી સ્થિત BAPS હિન્દુ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી થઈ. આ ખાસ પ્રસંગે UAEના મંત્રી શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મંદિરમાં 'યુનિટી ઓફ લાઇટ્સ'નું ભવ્ય ઉદ્ઘાટન કર્યું હતું. આ સાત પ્રકાશ કિરણો UAEના સાત અમીરાતની એકતાનું પ્રતીક બન્યાં છે. દિવાળીના આ ઉત્સવમાં પ્રથમ બે દિવસમાં જ 30 હજારથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા હતા. પરંપરાગત નૃત્ય સંગીત અને અન્નકૂટના દર્શને ઉત્સવમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ધર્મ સંસ્કૃતિ અને એકતાના સંગમથી અબુધાબીનું BAPS મંદિર દિવાળીના રંગે રંગાયું હતું.
#BAPSTemple #AbuDhabi #UAE #DiwaliCelebration
Ahmadabad City, Ahmedabad | Nov 11, 2026