સોશિયલ મીડિયા પર વાયરલ થતા કેટલાક વિડીયો એવા હોય છે જે લોકોની સામાન્ય સમજમાં નથી આવતા. આવો જ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક શ્વાન ભસતો ભરતો વૃદ્ધ દંપતી પાસે આવે છે. જેથી વૃદ્ધ દંપતી ગભરાઈ જાય છે. અને તરત જ ઘરમાં જતું રહે છે. જેની થોડી જ સેકન્ડમાં જ્યાં વૃદ્ધ દંપતી બેઠું હતું ત્યાં ઉપરથી છત ધરાશાયી થાય છે. આમ એક શ્વાને વૃદ્ધ દંપતીનો જીવ બચાવી લીધો. આ વિડીયો ક્યાંનો છે તે અંગે કશી માહિતી સામે નથી આવી પરંતુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
#ViralVideo #DogSavesLife #DogRescue #AmazingVideo #AnimalInstinct
Ahmadabad City, Ahmedabad | Nov 11, 2026