ઉના તાલુકાના કંસારી ગામ નજીક ભૂતડાદાદાના મંદિર પાસે વેગનઆર કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ભડિયાદર ગામના બે 18 વર્ષીય યુવાનો, કુલદીપ સોલંકી અને જીગર સોલંકીના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. બંને યુવાનો બાઈકમાં પેટ્રોલ પુરાવવા ઉના તરફ જઈ રહ્યા હતા ત્યારે ટક્કર બાદ કાર અને બાઈક રોડ સાઈડના ઊંડા ખાડામાં ખાબક્યાં હતાં. અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જન્માષ્ટમીના તહેવાર વચ્ચે જ બે આશાસ્પદ યુવાનોના અકાળે મોતથી ભડિયાદર અને કંસારી પંથકમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે, જ્યારે હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોમાં હૃદયદ્રાવક આક્રંદ વ્યાપી ગયો છે.
#our_sutrapada #girsomnath #gujaratpolice #instadaily #liveupdate