શિનોર: ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને લઈને શિનોર પોલીસ દ્વારા શિનોર નગરમાં ફ્લેગ માર્ચ યોજાઈ.
આગામી તારીખ 7 મી જુલાઈ ના રોજ યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને લઈને શિનોર પોલીસ દ્વારા પી.એસ.આઇ.આર.આર.મિશ્રા ની આગેવાનીમાં શિનોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગ રૂટ માર્ચનું આજે સાંજે આયોજન કરવામાં આવ્યું હતું.આ ફ્લેગ રૂટ માર્ચ શિનોર નગરના અલગ અલગ વિસ્તારમાં યોજાઈ હતી.