શિનોર: શિનોરમાં આજે વરસેલા વરસાદને પગલે રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર બંધ થઈ જવા પામી.
Sinor, Vadodara | Jun 30, 2024 શિનોરમાં આજે બપોરે પવન ના સૂસવાટા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે શિનોરના મેન બજાર ના રસ્તાઓ પરથી પાણી વહેતાં થયાં હતાં.જ્યારે રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનોની અવરજવર બંધ થઈ જવા પામી હતી.જેને લઇને વાહન ચાલકો ચાલુ વરસાદે આશરે બે કીલોમીટર દુર ફરીને શિનોર જવા માટે મજબૂર બન્યાં હતાં.