શિનોર: શિનોર રેલવે ગળનાળામાં બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાઈ રહેતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયાં
શિનોરમાં વરસાદી માહોલ જામ્યો છે.મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે.પરંતુ રેલવે ગળનાળા નીચે છેલ્લા બે દિવસથી ઘૂંટણસમાં ભરાયેલા વરસાદી પાણી યથાવત રહેતા વાહન ચાલકોને આશરે બે કીલોમીટર દૂર ફરીને જવું પડી રહ્યું છે.સાથે સાથે રેલવે ગળનાળા નીચેના રોડ પરથી કેટલાક સળિયા પણ બહાર નીકળીને વાહન ચાલકો માટે જોખમીરૂપ બન્યાં છે.ત્યારે રેલવે ગળનાળા નીચે ભરાઈ રહેતાં પાણીના નિકાલ ની યોગ્ય વ્યવસ્થા તેમજ બહાર નીકળી ગયેલ સળિયા દૂર કરવામાં આવે તે વાહન ચાલકો માટે જરૂરી બન્યુ