શિનોર: તરવા થી ટીમ્બરવા જવાના રોડ પર એક વિશાળકદ ધરાવતું વૃક્ષ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો.
શિનોરમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે. શિનોર સહિતના ગામોમાં પવનના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે આજે સવારથી જ શિનોર તાલુકામાં પવન ના સૂસવાટા સાથે વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે તરવા થી ટીમ્બરવા જવાના રોડ પર એક વિશાળ કદ ધરાવતું વૃક્ષ એકાએક ધરાશાયી થઇ જતાં રોડ સંદતર બંધ ગયો હતો.જેના પરિણામે વાહન ચાલકો અટવાયાં હતા.જો કે શિનોર વન વિભાગને જાણ થતાં જ તાત્કાલિક ત્યાં પહોચી વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.