શિનોર: મોટા ફોફળીયા ગામે રહેણાંક મકાનમાં આવી ચડેલા રસેલ વાઇપર સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યું
Sinor, Vadodara | Jun 29, 2024 મોટા ફોફળીયા ગામે રહેતા પંકજભાઈ મિસ્ત્રીના મકાનમાં મૂકેલ ફ્રીઝ ની પાછળ આજે બપોરે 2.45 કલાકે એક રસેલ વાઇપર જોવા મળતાં તેમના પરિવારજનોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક મોટા ફોફળીયા ગામે પહોંચી પંકજભાઈ મિસ્ત્રીના મકાનમાં આવી ચડેલા રસેલ વાઇપર સાપને ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કર્યો હતો.