શિનોર: શિનોર - માલસર માર્ગ પર નીલગીરીનું તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ જતાં વાહન વ્યવહાર ખોરવાયો.
Sinor, Vadodara | Jun 30, 2024 શિનોરમાં વરસી રહેલા વરસાદને પગલે આજે બપોર ના સમયે શિનોર થી માલસર જવાના માર્ગ પર એક નીલગીરીનું તોતિંગ વૃક્ષ એકાએક ધરાશાયી થઈ જતાં સમગ્ર માર્ગ બંધ થઈ ગયો હતો.જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.જેના પરિણામે માર્ગ ની બન્ને બાજુમાં વાહનોની લાંબી લાઈનો લાગતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.