સુરત શહેરમાં વાહન ચોરીના વધતા બનાવો વચ્ચે ખટોદરા પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે. ખટોદરા પોલીસે વિસ્તારમાં થયેલી વાહન ચોરીના ૦૩ અને ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના ૦૧ મળીને કુલ ૦૪ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને પકડી પાડ્યો છે.પોલીસને બાતમી મળી હતી કે વાહન ચોરીમાં સંડોવાયેલો એક બાળકિશોર ચોરીના વાહનો સાથે ફરી રહ્યો છે.