અંજાર: “વસ્તી ગણતરી ૨૦૨૭ માટે અંજારમાં જનજાગૃતિ : મહંત ત્રિકમદાસજી મહારાજે સ્વ-ગણતરી કરી નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી”
Anjar, Kutch | May 22, 2026 વસ્તી ગણતરી કાર્યક્રમ- ૨૦૨૭ અંતર્ગત અંજાર ખાતે શ્રી સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા સ્વ- ગણતરી કરી અને રાષ્ટ્રીય મહત્વના આ કાર્યમાં તમામ નાગરિકોને સહભાગી બનવા અપીલ કરી. સમગ્ર દેશમાં હાલ વસ્તી ગણતરી કાર્યક્રમ ચાલુ છે જે અંતર્ગત ગુજરાતમાં ૧ જૂન થી ૩૦ જૂન દરમિયાન ગણતરીદારો ઘરગણના કરશે.આ ઘરગણના પહેલાં ૧૭મેથી ૩૧મે સુધી દરેક નાગરિકો se.census.gov. in પર પોતાની સ્વ -ગણતરી કરાવી શકશે.