કાલોલ: ઘૂસર-ગુપ્તેશ્વર રસ્તા પર ગમખ્વાર અકસ્માત: ટ્રેક્ટરની ટક્કરે બાઇકચાલકની પત્નીનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત
કાલોલ તાલુકાના ઘૂસર ગામ નજીક આવેલા રામજી મંદિરથી ગુપ્તેશ્વર મહાદેવ તરફ જતા રસ્તા પર એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં બે સંતાનોની માતા એવી એક મહિલાનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ, ઘૂસર (ભૈરવની મુવાડી) ખાતે રહેતા કલ્પેશભાઈ ગણપતભાઈ ચૌહાણ તેમની પત્ની શીતલબેન અને ૫ મહિનાની દીકરી નિલમ સાથે પોતાની મોટરસાઇકલ (નં. GJ-17-CD-3011) પર ગુપ્તેશ્વર મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન બપોરના આશરે ૩:૧૫ વાગ્યાના સુમારે ઘૂસર